રેલ્વેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતી અંગે મોરબીમાં સેમિનાર યોજાયો

- text


મોરબી : ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલટની જગ્યા પર કુલ-૫૬૯૬ જગ્યા ભરવામા આવનાર છે, જેના માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીનાં માર્ગદર્શન હેઠળ તાજેતરમાં સેમિનારનું આયોજન જિલ્લા રોજગાર કચેરી, એલ.ઇ. કોલેજ તથા આઈ.ટી.આઈ. મોરબીનાં સયુક્ત ઉપક્રમે શિવ હોલ , શનાળા રોડ, મોરબી ખાતે કરવામાં આવેલ હતું.

આ સેમિનારમાં આઈ.ટી.આઈ, ડિપ્લોમાં તેમજ ઈજનેર વિષયોમાં પાસ થયેલ આશરે ૧૨૦ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા.જેમાં જિલ્લા રોજગાર અધિકારી તેમજ આઈ.ટી.આઈ મોરબીનાં આચાર્ય અને એલ.ઈ.કોલેજનાં આસિ.પ્રોફેસર અશિષભાઈ બલદાણીયા દ્વારા ઉમેદવારોને ભરતી પ્રક્રિયા, ભરતી માટેની અરજી કરવા તેમજ ભરતી પરિક્ષાની તૈયારી કરવા અંગે જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.મોરબી ખાતે રેલ્વેમાં ટ્રાફિક લાઈન ઇનસ્પેક્ટરશ્રી લખેંદ્રપ્રસાદ યાદવ દ્વારા ઉમેદવારોને આસિસટન્ટ લોકો-પાઈલટ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉમેદવારોને રેલ્વે દ્વારા આવતી ભરતીમાં અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

- text

જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે રોજગાર કચેરી, મોરબી દ્વારા મોરબી જિલ્લા ખાતે આસિ. લોકો-પાઈલટની ભરતી માટે નિશુલ્ક તાલીમ વર્ગો શરૂ કરવાનું વિચારણામાં હોઈ, જે માટે મોરબી જિલ્લાનાં ઉમેદવારોએ પોતાની અરજી કર્યા બાદ જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરીને પોતાનો અરજી નંબર તેમજ અન્ય વિગોતો નોંધાવાની રહેશે જેથી અરજી કરેલ ઉમેદવારોનો સંપર્ક સાધી શકાય.

- text