તને જીવતો નહિ મૂકું ! મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી

- text


વૃદ્ધ વેપારીએ વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબી પોલીસની વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશરૂપી કામગીરી બાદ ફરી વ્યાજખોરો સિતમ વરસાવી રહ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં વૃદ્ધ કારખાનેદારે લીધેલા 5 લાખની પઠાણી ઉઘરાણી કરી પરિવારને જાનથી મારી નાખવા ધમકી અપાતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

મોરબીના પંચાસર રોડ ઉપર કારખાનું ધરાવતા જયંતીલાલ મીઠાભાઈ પરમાર ઉ.60 નામના વૃદ્ધે મોરબીના કંડલા બાયપાસ ઉપર રહેતા આરોપી રવિભાઈ રાજુભાઇ જિલરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, એકાદ વર્ષ પૂર્વે આરોપી રવિ પાસેથી 2 લાખ અને 3 લાખ મળી કુલ પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા બાદ નિયમિત વ્યાજ ચૂકવતા હોવા છતાં અસલ દસ્તાવેજ, ચેક પડાવી લઈ વ્યાજ અને મુદલની પઠાણી ઉઘરાણી કરી આખા પરિવારને જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી રવિ જિલરીયા વિરુદ્ધ વ્યાજખોરી મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text