મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ‘રોજગાર આપો, ન્યાય આપો’ કાર્યક્રમના ફોર્મનું લોન્ચિંગ કરાશે

- text


મોરબી : આજ રોજ તારીખ 31 જાન્યુઆરી ને બુધવારના રોજ સાંજે 5 કલાકે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ‘રોજગાર આપો, ન્યાય આપો’ કાર્યક્રમના ફોર્મનું લોન્ચિંગ કરવામાં આવશે.

- text

મહત્વનું છે કે મોરબી જિલ્લામાં યુવાનોને થતાં અન્યાય અને સરકારની અણધડ સિસ્ટમ સામે યુવાનોના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ દ્વારા દરેક યુવાનોનો સંપર્ક કરવામાં આવશે અને એક ફોર્મ ભરાવવામાં આવશે. આ કાર્યક્રમને કોંગ્રેસ દ્વારા ‘રોજગાર આપો, ન્યાય આપો’ નામ આપવામાં આવ્યું છે. ત્યારે આ અંતર્ગત બનાવાયેલા ફોર્મનું લોન્ચિંગ આજ રોજ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કરવામાં આવશે તેમ પુષ્પરાજસિંહ જાડેજા (પ્રભારી, કચ્છ લોકસભા યુવા કોંગ્રેસ), અલ્પેશભાઈ કોઠીયા (પ્રમુખ, મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ), સંદિપભાઈ કાલરીયા (પ્રમુખ, મોરબી માળીયા યુવા કોંગ્રેસ), કુલદીપસિંહ જાડેજા (મહામંત્રી, ગુજરાત NSUI)ની યાદીમાં જણાવાયું છે.

- text