હળવદ ખાતે નવો નવ મતદાતા સંમેલન યોજાયું

- text


ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષની ઉપસ્થિતિમાં સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા 

હળવદ : હળવદમાં ભારતીય જનતા યુવા મોરચોનું “નમો નવ મતદાતા સંમેલન” યોજાયું હતું.હળવદ યાર્ડમાં યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો, નેતા અને નવા મતદારો જોડાયા હતા. “રાષ્ટ્રીય મતદાતા દિવસ” નરેન્દ્રભાઇ મોદીએ નવ યુવા મતદાતાઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સીધો સંવાદ કર્યો હતો.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

વડા પ્રધાન મોદીએ આજના દિવસને અને આ કાર્યક્રમને નવા મતદાતાઓને નમન કરવાનો કાર્યક્રમ ગણાવ્યો હતો.વડા પ્રધાને રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભકામનાઓ પાઠવી.18થી 25 સુધીની ઉંમરને મહત્વની ગણાવી.આ ઉંમરમાં અનેક પરિવર્તન આવતા હોય છે.હવે તમારુ નામ મતદારોની યાદીમાં જોડાયું છે તેથી તમારે હવે મોટી જવાબદારી નીભાવવાની છે.જિલ્લા,પ્રદેશ અને દેશની ચૂંટણીઓમાં તમારી જવાબદારી વધી જાય છે.તમારો વોટ નક્કી કરશે કે ભારતની કઈ દિશા હશે.આમ જણાવીને વડા પ્રધાને યુવા મતદારોનો ઉત્સાહ વધાર્યો હતો.યુવા મતદારોને તમારા એક વોટ સાથે વિકાસની દિશા જોડાયેલ હોવાનું જણાવ્યું હતું.

- text

હળવદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી,જીલ્લા યુવા ભાજપના મહામંત્રી તપન દવે, મંત્રી રવિ પટેલ,તાલુકા યુવા ભાજપના પ્રમુખ હિતેશભાઈ લોરીયા,શહેર પ્રમુખ જયદિપ રબારી, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન મહેશભાઈ કોપેણીયા,રણછોડભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text