ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં મોરબી જિલ્લાના હોદ્દેદારોની વરણી કરાઇ

- text


જીલ્લા પ્રમુખ તરીકે ભરતભાઈ ગણેશિયાઅને ઉપ પ્રમુખ તરીકે મેરાભાઈ વિઠ્ઠલાપરાને જવાબદારી સોંપાઈ

હળવદ : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ સમિતિ દ્વારા મોરબી જિલ્લાના પ્રમુખ,ઉપપ્રમુખ,મહામંત્રી,સહમંત્રી, સંગઠન મંત્રી તેમજ મીડિયા સેલમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂકો કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ ક્ષત્રિય ત્રીય ઠાકોર સેના સમિતિ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા તાલુકા તેમજ જિલ્લા મથકો પર હોદેદારોની નિમણૂકો કરવામાં આવી રહી છે.જેમાં તાજેતરમાં જ મોરબી જિલ્લાના તાલુકાઓમાં ઠાકોર સેનાના વિવિધ હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી જ્યારે આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મોરબી જિલ્લાના સંગઠનમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂકો કરવામાં આવી છે.જેમાં જિલ્લાના પ્રમુખ તરીકે ભરતભાઈ દેવજીભાઈ ગણેશિયા, ઉપપ્રમુખ તરીકે મેરાભાઈ કરમશીભાઈ વિઠ્ઠલાપરા,મહામંત્રી તરીકે જયદીપભાઇ ઠાકોર,સંગઠન મંત્રી તરીકે મહેશભાઈ નાગજીભાઈ સાથલીયા,જ્યારે સહમંત્રી તરીકે કાળુભાઈ હમીરભાઇ ચાવડા અને સંજયભાઈ કરસનભાઈ ચાવડાની નિયુક્તિ કરવામાં આવી છે.તેમજ મયુરભાઈ ઠાકોરની મીડિયા સેલના કન્વીનર તરીકે નિયુક્તિ કરાવી છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ઠાકોર સમાજ ની આર્થિક સ્થિતિ સુધારવા માટે તથા સમાજમાં પ્રવર્તમાન સામાજિક તથા આર્થિક દૂષણોને નાબૂદ કરવાના તેમજ સમાજમાં એકતા સ્થાપિત કરવાના હેતુથી વર્ષ 2011માં અલ્પેશ ઠાકોર દ્વારા ઠાકોર સેનાની સ્થાપના કરી હતી. હાલા આ સંગઠન દરેક ગામ,તાલુકા અને જિલ્લા મથકે કાર્યરત છે.

- text