હળવદ : કીડી ગામની ચોકડીએ આવવાની ના પાડી 6 શખ્સોએ બે વ્યક્તિ ઉપર હુમલો કર્યો 

- text


હળવદ : હળવદ તાલુકાના કીડી ગામે રહેતા વૃદ્ધ અને યુવાન ઉપર છ શખ્સોએ કીડી ગામની ચોકડી આવવું નહીં કહીને હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે, સામેપક્ષે પણ બન્ને આરોપીઓએ હુમલો કરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કીડી ગામે રહેતા પ્રેમજીભાઇ ચતુરભાઇ ઉધરેજાએ હળવદ પોલીસ મથકમાં આરોપી 1.મુકેશભાઇ જેસીંગભાઇ રબારી 2. સાગરભાઇ હરજીભાઇ રબારી 3.વેલાભાઇ મુમાભાઇ રબારી 4.હરજીભાઇ મુમાભાઇ રબારી 5.ગેલાભાઇ હરજીભાઇ રબારી અને 6. રધુભાઇ ગેલાભાઇ રબારી રહે. બધા કીડી ગામ તા.હળવદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તમામ આરોપીઓએ તેમના કૌટુંબિક વિપુલભાઈ હરજીભાઇ ઉઘરેજાને કીડી ગામની ચોકડી આવવાની ના પાડતા પ્રેમજીભાઇએ શા માટે ચોકડી આવાવની ના પાડો છો તેવું પૂછતાં આરોપીઓએ લાકડી વડે હુમલો કરી ઈજાઓ પહોચાડયાની ફરિયાદ નોંધાવી હતી.

- text

સામાપક્ષે ફરિયાદી હરજીભાઇ મુમાભાઇ પાણકુટા રહે કીડી ગામ તા.હળવદ વાળાએ આરોપી પ્રેમજીભાઇ ચતુરભાઇ ઉધરેજા અને વિપુલભાઇ હરજીભાઇ ઉઘરેજા રહે.બંને કીડી ગામ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, બન્ને આરોપીઓએ દારૂના નશામાં ગાળો આપી લાકડી તેમજ ધારિયું લઈને આવતા જાહેરનામા ભંગ સબબ ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text