10 જાન્યુઆરીનો ઇતિહાસ : અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ, નામી વ્યક્તિઓના જન્મ અને નિધનનો સાક્ષી બનેલો આજનો દિવસ

- text


મોરબી : આજે તા. 10 જાન્યુઆરી, 2024ને બુધવારે ઇતિહાસમાં અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બનેલી છે. તેમજ અનેક નામી વ્યક્તિઓના જન્મ અને નિધનનો સાક્ષી આજનો દિવસ બનેલો છે. આજે વિશ્વ હિન્દી દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે વિક્રમ સવંત 2080ના માગશર માસના વદ પક્ષની ચૌદશ છે.

મહત્વપૂર્ણ ઘટનાઓ

1920 – લીગ ઓફ નેશન્સની સ્થાપના થઈ.
1946 – સંયુક્ત રાષ્ટ્રસંઘની પ્રથમ સામાન્ય સભા મેથોડિસ્ટ સેન્ટ્રલ હોલ, વેસ્ટમિંસ્ટર ખાતે આયોજીત કરાઈ જેમાં ૫૧ દેશોએ ભાગ લીધો.
1966 – ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધનું નિવારણ કરતા શાંતિ કરાર તાશ્કંદ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
1972 – શેખ મુજીબુર રહેમાન પાકિસ્તાનમાં નવ મહિનાથી વધુ સમય જેલમાં વિતાવ્યા બાદ રાષ્ટ્રપતિ તરીકે નવા સ્વતંત્ર બાંગ્લાદેશ પરત ફર્યા.

2001 – પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ઇન્ડોનેશિયા પહોંચ્યા, મેડકાઉ રોગ પ્રત્યે વહીવટી બેદરકારીને કારણે જર્મનીના બે મંત્રીઓએ રાજીનામું આપ્યું, સોવિયેત વિઘટન પછી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન પ્રથમ વખત અઝરબૈજાન પહોંચ્યા.
2002 – બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેર પાકિસ્તાન પહોંચ્યા, ઇઝરાયલના વિદેશ પ્રધાન શિમોન પેરેઝ ત્રણ દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા, પેરેઝે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને નાટોમાં ભારતના સભ્યપદને ટેકો આપ્યો.
2003 – ઉત્તર કોરિયા પરમાણુ અપ્રસાર સંધિમાંથી ખસી ગયું.

2006- વડાપ્રધાન મનમોહન સિંહે દર વર્ષે 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવાની ઘોષણા કરી.
2008- કાર ઉત્પાદનમાં અગ્રણી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે 1 લાખ રૂપિયાની કાર ‘નેનો’ રજૂ કરી હતી. વિદેશી રેલ્વે પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદનના મામલે રેલવે એક્ટ, 1989માં સુધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી.એક્વાડોરનો તુગનરાહો જ્વાળામુખી ભયંકર રીતે ફાટવાની આરે પહોંચી ગયો છે.
2010 – ભારતીય મૂળના અમેરિકન ખાદ્ય સુરક્ષા નિષ્ણાત રાજીવ શાહે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની સંસ્થા ‘યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ’ (યુએસએઆઇડી) ના વડા તરીકેની જવાબદારી સંભાળી છે. આ સાથે તેઓ બરાક ઓબામા વહીવટીતંત્રમાં સર્વોચ્ચ રેન્કિંગ ધરાવતા ભારતીય બન્યા.

- text

2013 – પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટોમાં 100 લોકો મૃત્યુ પામ્યા, 270 લોકો ઘાયલ થયા.
2020 – કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ કાયદા અનુસાર, 31 ડિસેમ્બર, 2014 સુધી ભારતમાં આવેલા હિંદુ, જૈન, પારસી ધર્મ, શીખ ધર્મ, ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મના લઘુમતીઓ ભારતીય નાગરિકતા મેળવી શકશે.ઈરાને જાહેરાત કરી કે તેણે આકસ્મિક રીતે અને અજાણતાંમાં યુક્રેનિયન બોઈંગ 737-800 વિમાનને તોડી પાડ્યું. ઈરાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિમાને સંવેદનશીલ વિસ્તાર અને સૈન્ય મથક તરફ ઝડપથી વળાંક લીધો હતો, જે માનવીય ભૂલને કારણે દુર્ઘટનામાં પરિણમ્યું હતું.ઓમાનના મહામહિમ સુલતાન કબૂસ બિન સૈદ અલ સૈદનું અવસાન થયું. તેઓ 79 વર્ષના હતા.

વ્યક્તિ વિશેષના જન્મદિવસ

1886 – જોન મથાઈ – ભારતના શિક્ષણશાસ્ત્રી, અર્થશાસ્ત્રી અને ન્યાયશાસ્ત્રી
1894 – પી. લક્ષ્મીકાંતમ – કવિ અને લેખક.
1908 – પદ્મનારાયણ રાય – હિન્દી નિબંધકાર અને સાહિત્યકાર.

1911 – બિનોદ બિહારી ચૌધરી, બાંગ્લાદેશી સામાજિક કાર્યકર અને સંસ્થાનવાદ વિરોધી ક્રાંતિકારી (અ. ૨૦૧૩)
1922 – કૃષ્ણપાલ સિંઘ, ભારતીય રાજકારણી (અ. ૧૯૯૯)
1927 – બાસુ ચેટર્જી – હિન્દી અને બંગાળી સિનેમાના જાણીતા પટકથા લેખક અને દિગ્દર્શક
1933 – ગુરદયાલ સિંહ – ‘જ્ઞાનપીઠ એવોર્ડ’થી સન્માનિત પંજાબી લેખક
1940 – જોરાવરસિંહ જાદવ, લોકસાહિત્યકાર
1940 – કે. જે. યેસુદાસ, ભારતીય ગાયક અને સંગીત દિગ્દર્શક

1949 – અલ્લુ અરવિંદ – ફિલ્મ નિર્માતા.
1950 – સુચિત્રા ભટ્ટાચાર્ય – બંગાળી ભાષાની પ્રખ્યાત મહિલા નવલકથાકાર હતી.
1952 – સલિમ ગૌસ – એક ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા હતા, તેમણે બોલિવૂડ, દક્ષિણ ભારતીય અને અંગ્રેજી ફિલ્મોમાં અભિનય કર્યો

1974 – હૃતિક રોશન, ભારતીય અભિનેતા
1984 – કલ્કી કોચલિન, ભારતીય અભિનેત્રી
2001 – જી. લક્ષ્મણન – ભારતના રાજકીય પક્ષ ‘દ્રવિડ મુનેત્ર કઝગમ’ ના રાજકારણી હતા.

વ્યક્તિ વિશેષની પુણ્યતિથિ

1692 – જબ ચાર્નોક – કલકત્તાના સ્થાપક
1967 – રાધાબિનોદ પાલ – ટોક્યો, જાપાન યુદ્ધ અપરાધ ટ્રિબ્યુનલમાં ભારતીય ન્યાયાધીશ
1969 – સંપૂર્ણાનંદ, ભારતીય શિક્ષક અને રાજકારણી, રાજસ્થાનના દ્વિતીય રાજ્યપાલ (જ. ૧૮૯૧)
1986 – ઈન્દુલાલ ગાંધી, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૦૫)
1994 – ગિરિજાકુમાર માથુર – પ્રખ્યાત કવિ અને નાટ્યકાર.
2010 – પચા રામચંદ્ર રાવ, ભારતીય ધાતુશાસ્ત્રી, શિક્ષક અને વહીવટકર્તા (જ. ૧૯૪૨)
2014 – દાજીકાકા ગાડગિલ, ભારતીય ઝવેરી (જ. ૧૯૧૫)

- text