હળવદનું શિવપુર ગામ 22 જાન્યુઆરીએ બનશે રામમય, વિવિધ કાર્યક્રમો યોજાશે

- text


હળવદ : અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક દિવસને ઉજવવા અને યાદગાર બનાવવા હળવદ તાલુકાના શિવપુર ગામમાં ત્રિ દિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

હળવદના શિવપુર ગામે 20 જાન્યુઆરીના રોજ રાત્રે 8 વાગ્યે રામધૂનનું આયોજન કરાયું છે. જ્યારે 21 જાન્યુઆરીના રોજ રાત્રે 8 કલાકે રાસ-ગરબા યોજાશે. 22 જાન્યુઆરીના રોજ સવારે 8-30 કલાકે રામધૂન તથા હનુમાન ચાલીસાના પાઠ, સવારે 10 વાગ્યે કળશપૂજા, બપોરે 11 કલાકે મહાપ્રસાદ, બપોરે 12-30 કલાકે મહાઆરતી અને બપોરે 2-30 કલાકે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ 22 જાન્યુઆરીના રોજ ગ્રામજનોને સવારે પોતાના ઘરે 5 દિવા પ્રગટાવવા, ઘરના આંગણે રંગોળી કરી આસોપાલવનું તોરણ બાંધી પ્રભુ શ્રી રામને આવકારવા જણાવવામાં આવ્યું છે.

- text

- text