મોરબી જિલ્લા પેન્શનર સમાજની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

- text


મોરબી : મોરબી જિલ્લા પેન્શનર સમાજની વર્ષ 2023ની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન ગત તારીખ 31 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ જીવણભાઈ ડાંગરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ વાર્ષિક સામાન્ય સભામાં મુખ્ય મહેમાન તરીકે સંત ભાણદેવજી મહારાજ, સંત દામજી ભગત, અન્ય મહેમાનોમાં જિલ્લા તિજોરી અધિકારી બી.કે. પાઘડાળ, ગુજરાત પેન્શનર સમાજના સી.ટી. મકવાણા તથા બહોળી સંખ્યામાં પેન્શનરો હાજર રહ્યા હતા.

- text

કાર્યક્રમની શરૂઆતમાં દિપપ્રાગટ્ય તથા પ્રાર્થના કરી દિવંગત સભ્યોને શ્રદ્ધાજંલિ આપવામાં આવી હતી. પ્રમુખે મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. પ્રમુખ જીવણભાઈ ડાંગરે કચેરીના સલાહકાર ભોરણીયાભાઈનું અને અન્ય કારોબારી સભ્યોએ મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરી શાલ ઓઢાડી કર્યું હતું. અધ્યક્ષ, પ્રમુખ તથા મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ કચેરીના અહેવાલ, હિસાબનું વાંચન એમ.એન અંબાણીએ કર્યું હતું. 70 વર્ષ પૂરા થયા હોય તેવા પેન્શનરોનું સન્માન, કાર્યક્રમના મુખ્યદાતાનું તેમજ અન્ય દાતાઓનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. કાર્યક્રમનો અહેવાલ વાય.એમ. આડેસરાએ તૈયાર કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન ચંદુભાઈ હુંબલે કર્યું હતું અને આભાર વિધિ કિરણબેન મહેતાએ કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ સમૂહભોજન લીધું હતું.

- text