હળવદના મહર્ષિ ગુરુકુલ ખાતે આજથી ખેલોત્સવનો પ્રારંભ

- text


11મી ડિસેમ્બર સુધી ચાલનાર ખેલોત્સવમાં 3000 વિદ્યાર્થીઓ ભાગ લેશે

હળવદ : હળવદ ખાતે આવેલ મહર્ષિ ગુરુકુળ ખાતે આજે 6 જાન્યુઆરી 2024ને શનિવારથી આગામી તા.11 જાન્યુઆરી સુધી ખેલોત્સવનો પ્રારંભ થયો છે જેમાં 30000થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં પોતાનું કૌવત દર્શાવશે.

મહર્ષિ ગુરુકુળ કેમ્પસ ખાતે ખેલોત્સવની આજથી શરૂ થયેલા ખેલોત્સવમાં સંકુલમાં અભ્યાસ કરતા કેજીથી પીજી સુધીના તમામ વિદ્યાર્થીઓ ખેલેગા ગુરુકુલ જીતેગા ગુરુકુલના રંગે રંગાયા છે, ગામડામાં જેવી રીતે પહેલાંના સમયમાં દેશી રમતો, ઓછામાં ઓછાં સાધનો વાપરી બાળકો રમતા અને ભરપૂર આનંદ માણતા તેવી રીતે મહર્ષિ ગુરુકુળમાં પણ રમતોની પસંદગી કરવામાં આવી છે.

ખેલોત્સવમાં ભગવાન કૃષ્ણના સમયમાં ગોવાળિયાઓ માત્ર રમવા માટે રમતા, સ્પર્ધા માટે નહિ. અને તેનાથી બાળકોમાં શરીરની મજબૂતાઇ , મનની સ્થિરતા , બુદ્ધિ ક્ષમતા,નિર્ણય શક્તિ માં અજાણતા જ વધારો થતો એ જ ભાવના સાથે રમતા રમતા ક્યારે જીતી જઈશું તેની ખબર પણ નહી પડે તેવા ભાવ, તેવી જ પ્રસન્નતા, તેવાજ ઉત્સાહ સાથે આ અઠવાડિયામાં મહર્ષિ ગુરુકુળના જુદા જુદા વિભાગો મળી 3000થી પણ વધુ વિદ્યાર્થીઓ ખેલોત્સવમાં વિવિધ પ્રકારની દોડ, કૂદ, ફેક લક્કી સર્કલ, લોટ ફુકણીયું, શટલ રન, માછલીકી સવારી, બલૂન વિથ ચેર, વોટર ઈન બોટલ, બાહુબલી કપ અરેંજમેન્ટ, લીંબુ ચમચી, કાંગારુ રિલે જેવી વ્યક્તિગત રમતો તથા વોલીબોલ, કબડ્ડી, ખો – ખો, નારગોલ, દોરડા ખેંચ જેવી સામૂહિક સાંધિક રમતો રમશે અને અનલિમિટેડ મજા માણશે.

- text

મહર્ષિ ગુરુકુલના મેનેજિંગ ડિરેક્ટર રજનીભાઈ સંઘાણીના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓને આપણી દેશી રમતો રમાડી આપણી પરંપરાની સમજ આપવી , વિદ્યાર્થીઓને રમત દ્વારા જીવનના પાઠો જેવાકે હાર પચાવતા શીખવું, હારીને પણ જીતવું, ત્વરિત નિર્ણય લેવા , સહનશીલ બનવું, સાહસિક થવું , દ્રઢ નિશ્ચયી બનવું, સામૂહિક નિર્ણય લેવા, સાથીદારને મદદ કરવી, અન્યને સ્વીકારવા,એકબીજાના સહકારથી જીવી જવું અને જીતી જવું તેમજ સામાજિક અનુશાસન શીખવવું એ શૈક્ષણિક સંસ્થાઓનું દાયિત્વ છે. એટલે જ મહર્ષિ ગુરુકુળમાં દર વર્ષે ખેલોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોવાનુ તેમને જણાવ્યું હતું.

- text