સદભાવના : મોરબીના ઈસ્માઈલી ખોજા જમાંતખાના દ્વારા અક્ષત કળશનું ભવ્ય સ્વાગત

- text


મોરબી અને ટંકારામાં અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું ઠેરઠેર સ્વાગત કરાયું

મોરબી : અયોધ્યામાં આગામી સમયમાં યોજાનાર રામમંદીર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ પ્રભુ રામમય બની ગયો છે. ત્યારે મોરબીમાં કોમી એકતાની મિશાલ સમાન સદભાવનાના કાર્યમાં મોરબીના દાઉદી પ્લોટમાં અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું ઈસ્માઈલી ખોજા જમાંતખાના દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

મોરબીના ઈસ્માઈલી ખોજા જમાંતખાના- દાઉદી પ્લોટ દ્વારા અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું થયું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ખોજા જમાતખાનાનાં પ્રમુખ,ઉપપ્રમુખ તથા સભ્યો તથા ખુબ મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર રહ્યા હતા. જ્યારે ટંકારાના આર્યનગર ખાતે અક્ષત કળશ યાત્રાનું સામૈયાં સાથે કળશ પુજન સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. જેમાં નાનજીભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને સોસાયટીનાં રહીશો દ્વારા શ્રીરામનાં જય જય કાર સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર રામ મંદિર અયોધ્યામાં બની રહ્યું છે. અને 22 જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર હોય તેના સંદર્ભે મોરબીના નવયુગ સંકુલ વીરપર એ કળશ પૂજન કરીને નવયુગ સંકુલના વિધાર્થીઓને આવનારી 22 તારીખેના કાર્યક્રમથી માહિતગાર કરવા શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્રની ટીમ પહોંચીને ટ્રસ્ટી અને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યાં હતા. સ્કૂલની વિધાર્થીનીઓ દ્વારા વિજય તિલક કરીને શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્રની ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

- text

- text