7 જાન્યુઆરીએ મોરબીમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના મેગા કેમ્પનું આયોજન

- text


મોરબી : આગામી તારીખ 7 જાન્યુઆરી ને રવિવારના રોજ મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા સંકલન સેલ તથા નરેન્દ્ર મોદી વિચાર મંચના મંત્રી દ્વારકેશભાઈ કુંભરવાડીયા દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

7 જાન્યુઆરીએ સવારે 8-30 થી બપોરે 12 વાગ્યા સુધી વાવડી રોડ પર આવેલી મોમાઈ ડેરી ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાનો કેમ્પ યોજાશે. યોજનાનો લાભ લેવા આવનારે આધારકાર્ડ, બેન્કની વિગત, રેશન કાર્ડ, આધારકાર્ડ સાથે લિંગ મોબાઈલ નંબર સાથે લાવવા જણાવાયું છે. હાથ વડે કામગીરી કરતાં 18 વર્ષથી વધુની ઉંમરના તમામ કારીગરો આ યોજનાનો લાભ લઈ શકશે. કેમ્પમાં નામ નોંધણી માટે મો.નં. 72850 00505 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text