મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા અધિકારી – પદાધિકારીઓનું અભિવાદ કરાયું

- text


મોરબી જિલ્લાના નવનિયુક્ત ડીપીઈઓ નમ્રતાબેન મહેતાનું સ્વાગત સન્માન

મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આજે જિલ્લા પંચાયત ખાતે ભાજપ અગ્રણી જેઠાભાઈ પારેધી, નથુભાઈ કડીવાર તેમજ નવનિયુક્ત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતાબેન મહેતા અને છેલ્લા એક વર્ષથી ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે સંનિષ્ઠ કામગીરી કરનાર પ્રવિણભાઈ અંબારીયા વગેરે અધિકારી, પદાધિકારીઓ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી, સાલ ઓઢાડી, ક્રાંતિકારીઓની છબી તેમજ સ્વતંત્રતાના શૂરવીરો પુસ્તકથી સ્વાગત અભિવાદન કર્યું હતું.

આ સાથે જિલ્લા શિક્ષણ સમિતિના નવ નિયુક્ત ચેરમેને દિનેશભાઈ વડસોલાની કામગીરીની કદર રૂપે સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં દિનેશભાઈ વડસોલા, કિરણભાઈ કાચરોલા,સંદીપભાઈ આદ્રોજા, હિતેશભાઈ પાંચોટીયા રાજેશભાઈ મેરા,રોહિતભાઈ ચીકાણી,ડાયાલાલ બારૈયા, સતિષભાઈ પટેલ,મહેશભાઈ આદ્રોજા, ભરતભાઈ રાજકોટિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. મૂલાકાતમાં સૌએ સાથે મળી શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતમાં કામ કરવાની ભાવના વ્યક્ત કરી હતી.

- text

- text