મોરબીમાં પોલીસ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઇનલના રોમાંચક મુકાબલાને અંતે એલિટ પેન્થર ટીમ વિજેતા

- text


રફાળેશ્વર ખાતે 10 દિવસ સુધી એકદમ આઈપીએલની ઢબે જ યોજાયેલા ક્રિકેટના મહામુકાબલામાં 7 ટીમોએ શાનદાર ક્રિકેટની રમતનું પ્રદર્શન કર્યું

મોરબી : મોરબીમાં પહેલી વખત પોલીસ બેડા દ્વારા આઈપીએલની ઢબે જ દસ દિવસના ક્રિકેટના મહામૂકાબલો યોજાયો હતો.રફાળેશ્વર ખાતે 10 દિવસ સુધી એકદમ આઈપીએલની ઢબે જ યોજાયેલા ક્રિકેટના મહામુકાબલામાં 7 ટીમોએ શાનદાર ક્રિકેટની રમતનું પ્રદર્શન કર્યું હતું. જ્યારે ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઇનલના રોમાંચક મુકાબલાને અંતે એલિટ પેન્થર ટીમ વિજેતા જાહેર થઈ હતી.

- text

મોરબીના રફાળેશ્વરમાં આવેલ જિલ્લા પોલીસના હેડ ક્વાર્ટર ખાતે પોલીસ તેમજ જાહેર જીવન સાથે સંકળાયેલા લોકો વચ્ચે પરસ્પર સંવાદનો સેતુ બંધાય અને એકમેક આત્મીયતાથી પ્રજાના હિત માટે કાર્ય કરે તે માટે નવી ઉર્જા અને ચેતનાનો સંચાર કરવા પોલીસ દ્વારા આઇપીએલની જેમ જ પોલીસ પબ્લિક લીગ નામની દસ દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આઇપીએલની જેમ જ આ ક્રિકેટના મુકાબલા માટે અલગ અલગ માલિકો દ્વારા હરરાજી કરી ખેલાડીઓ અને ટીમનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. આખા જિલ્લાની પોલીસમાંથી કોઈપણનું સિલેક્શન કરીને 7 પોલીસમેન અને 4 બહારના ખેલાડીઓની પસંદગી કરીને 7 જેટલી ટિમો વચ્ચે દસ દિવસમાં 24 મેચ રમાયા હતા.આ તમામ લીગ મેચોના અંતે ગઈકાલે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મુકાબલામાં એલિટ પેન્થર અને કયુંટોન ટીમ વચ્ચે ટક્કર થઈ હતી.જેમાં શાનદાર રમત રમીને એલિટ પેન્થર ટીમ વિજેતા બની હતી. એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજાની કેપટનશિપ હેઠળ શનદાર જીત મેળવનાર એલિટ પેન્થર ટીમને વિજેતા ટ્રોફી એનાયત કરાઈ હતી.જ્યારે મેન ઓફ મેચ અને મેન ઓફ સિરીઝ આ બન્ને ખિતાબ ઘનજી રાઠોડને ફાળે ગયા હતા. તેમજ બેસ્ટ બેટ્સમેન તરીકે લેમન ભરવાડ અને બેસ્ટ બોલર તરીકે લાલજી ચૌહાણને જાહેર કરાયા હતા.

- text