અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારાયા 

- text


મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા 15-01-2024 સુધી ખાસ ભાડું લઇને વિસ્તૃતિકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09435 અને 09436 ના વિસ્તૃત ફેરાઓનું બુકિંગ 30-12-2023થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસી વેબસાઇટ પર થશે.

1. ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સાપ્તાહિત સ્પેશિયલ પહેલા 30-12-2023 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી તેને હવે 15-01-2024 સુધી લંભાવવામાં આવી છે.

- text

2. ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ જે પહેલાં 31-12-2023 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 16-01-2024 સુધી લંભાવવામાં આવી છે.

- text