માળીયા ફાટક પાસે અકસ્માતગ્રસ્ત ટ્રકને હટાવતી વખતે ટ્રાફિકજામ

- text


 

મોરબી : મોરબી નજીક આવેલ માળીયા ફાટક પાસે રોડ ઉપર પડેલા અકસ્માતગ્રસ્ત ટ્રકને આજે હટાવી લેવાની કામગીરી દરમિયાન ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આથી થોડીવાર માટે ટ્રાફિકજામને કારણે વાહન ચાલકો અટવાયા હત.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના માળીયા ફાટક પાસે ઓવરબ્રિજ નજીક રોડ ઉપર એક ટ્રકને બે-ત્રણ દિવસ પહેલા અકસ્માત નડ્યો હતો. આથી બે-ત્રણ દિવસથી રોડ ઉપર આ અકસ્માતગ્રસ્ત ટ્રક પડ્યો રહેતા ટ્રાફિકને અડચણરૂપ થતો હોવાને કારણે આજે ટ્રકને રોડ ઉપરથી હટાવતી વખતે ટ્રાફિકજામ થયો હતો. ટ્રક હટાવવાની કામગીરીને કારણે બન્ને રસ્તા બંધ થઈ જતા થોડીવાર માટે ટ્રાફિકજામથી વાહન ચાલકો હેરાન થયા હતા.

- text

- text