અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત કુંભની વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિરે પધરામણી કરાઈ

- text


વાંકાનેર : શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાથી વાંકાનેર નીલકંઠ ઉપનગરના મુખ્ય અક્ષત કુંભની વિશ્વ હિંદુ પરિષદ- વાંકાનેર દ્વારા ફળેશ્વર મહાદેવ મંદિરે પૂજન અને દર્શન માટે પધરામણી કરવામાં આવી હતી.

ગત તારીખ 22 ડિસેમ્બર ને શુક્રવારના રોજ વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે મુખ્ય અક્ષત કુંભની પધરામણી કરાઈ હતી. આ કુંભના મોટી સંખ્યામાં લોકોએ દર્શન અને પૂજનનો લાભ લીધો હતો. આ અવસરે ધર્મ પ્રેમી ભાઈઓ-બહેનો તથા નાની બાળાઓએ બાપુના બાવલા પાસેથી અક્ષત કળશના સામૈયા કરી વાજતે ગાજતે ફળેશ્વર મહાદેવ મંદિરે અક્ષત કળશની રામજી ભગવાનના ગર્ભગૃહમાં પધરામણી કરવામાં આવી હતી. ત્યારબાદ સૌ ભાવિકભક્તોએ મહાઆરતીનો લાભ લીધો હતો. સૌ ભક્તજનોમાં આવનારી 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં શ્રી રામ ભગવાનના ભવ્યાતિભવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઇને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

- text

 

- text