મોરબી જિલ્લા પંચાયતને સાફ-સફાઈ અને રેકોર્ડ જાળવણી મુદ્દે મળ્યું શ્રેષ્ઠ કચેરીનું સન્માન

- text


 

મોરબી : સરકારી કચેરીઓમાં પડતર તુમાર નિકાલની ઝુંબેશ, રેકર્ડ વર્ગીકરણની કાર્યવાહી, તેમજ દરેક કચેરીઓમાં રેકર્ડ રૂમની સાફ-સફાઈ, જાળવણી અને યોગ્ય રીતે રેકર્ડ નિભાવણી, ડેડસ્ટોકનો નિકાલ, કંડમ વાહનોનો નિકાલ વગેરે બાબતોને ધ્યાને રાખી ૨૫ ડિસેમ્બર-૨૦૨૩ સુશાશન દિવસના રોજ આ બાબતે શ્રેષ્ઠ કામગીરી કરેલ કચેરીઓને બિરદાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિગ્વિજયસિંહ ડી. જાડેજા,જિલ્લા વિકાસ અધિકારી મોરબીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં આવેલ કચેરીઓમાં મોરબી જિલ્લાની શ્રેષ્ઠ કચેરી તરીકે જિલ્લા પંચાયત – મોરબીને કલેક્ટરના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે.

- text

વધુમાં ઉક્ત અભિયાન અંતર્ગત અને તે પહેલા પણ જિલ્લા પંચાયત મોરબી દ્વારા રેકર્ડ વર્ગીકરણની કામગીરી કરી નાશ પાત્ર ફાઈલોનો નિકાલ કરેલ છે. તેમજ કચેરીમા બિન ઉપયોગી અને ખરાબ અથવા બંધ હાલતવાળા વેસ્ટ ફર્નિચર તથા ઇ-વેસ્ટની નિકાલની કામગીરી પણ સુચારૂ રૂપે કરેલ છે. સ્વચ્છતા અભિયાનને ધ્યાને લઈ કચેરીની સાફ સફાઈ નિયમિત રૂપે થઈ શકે તે માટે વર્ગ ૧ થી ૩ કર્મચારી તથા અધિકારીઓને જવાબદારી સોપવા અંગેના હુકમ કરવામાં આવેલ હતા. આમ ઉક્ત તમામ બાબતો અંગેની કામગીરી દિગ્વિજયસિંહ ડી. જાડેજા,જિલ્લા વિકાસ અધિકારી, મોરબીના હાથ હેઠળ કરેલ છે આમ જેના પરીણામ રૂપે જિલ્લા પંચાયત મોરબીને શ્રેષ્ઠ કચેરીનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.

- text