વાંકાનેરના ગારીયા ગામનો બુટલેગર પાસા તળે જેલ ભેગો

- text


મોરબી : વાંકાનેર તાલુકાના ગારીયા (યજ્ઞપુરુષ) ગામના દેશી વિદેશી દારૂના ધંધાર્થી વિરુદ્ધ જિલ્લા પોલીસવડાએ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલતા પાસા વોરંટ ઈશ્યુ કરાયું હતું જેની મોરબી ક્રાઇમબ્રાન્ચે બજવણી કરી નામચીન બુટલેગરને લીલાપર ચોકડી મોરબી ખાતેથી ઝડપી લઈ વડોદરા જેલમાં મોકલી આપ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગારીયા (યજ્ઞપુરુષ) ગામના દેશી વિદેશી દારૂના ધંધાર્થી વિશાલ મંછરામ ગોંડલીયા વિરુદ્ધ જિલ્લા પોલીસવડાએ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલતા પાસા વોરંટ ઈશ્યુ કરાયું હતું જે વોરંટની બજવણી કરી મોરબી ક્રાઇમબ્રાન્ચે આરોપી વિશાલને મોરબી લીલાપર ચોકડી નજીકથી ઝડપી લઈ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો.

- text