મોરબીના બેલા આમરણ અને જુના ઘુંટુ રોડ ઉપરથી બે સગીરાઓનાં અપહરણ

- text


લગ્નની લાલચે બે સગીરાઓના અપહરણ થતા બે અલગ – અલગ ગુન્હા નોંધાયા

મોરબી : મોરબી તાલુકાના બેલા આમરણ ગામ તેમજ જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાંથી અલગ અલગ બે બનાવોમાં બે સગીરાઓના લગ્નની લાલચે અપહરણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસ મથકમાં બે ફરિયાદ નોંધાઇ છે.સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરવાના પ્રથમ બનાવમાં મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ

મેગા સિરામિક કારખાનામાં કામ કરતા શ્રમિકની 16 વર્ષ પાંચ મહિના ઉંમરની સગીર વયની દીકરીનું ગત તા.11/12/23ની રાત્રીના જુના ઘુંટુ રોડ ઉપરથી આરોપી સુનિલ રૂપાભાઈ ગમાર ઉ.19 રહે. લાલપુરા, ધાર, મધ્યપ્રદેશ વાળો લગ્નની લાલચે બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

જ્યારે બીજા બનાવમાં મોરબી તાલુકાના જુના બેલા આમરણ ગામે રહેતા પરિવારની 15 વર્ષની સગીર વયની દીકરીનું આરોપી હૈદર રાણાભાઈ જામ રહે.જુના બેલા આમરણ નામનો આરોપી ગત તા.21/10/23ના રોજ બપોરે 11 વાગ્યે ફાટસર ગામ આવેલ સુખદેવસિંહ બચુભા જાડેજાની વાડીએથી કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જઈ લગ્નની લાલચે બદકામ કરવાને ઈરાદે અપહરણ કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text