મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ તરીકે સાગર સદાતિયાની વરણી 

- text


મહામંત્રીની મહત્વની જવાબદારી હળવદના તપન દવે અને મોરબીના શક્તિસિંહ જાડેજાને સોંપાઈ 

મોરબી : ભાજપે આગામી લોકસભાની ચૂંટણીને લઈને નવા જ વ્યૂહ સાથે રણનીતિને અમલમાં મૂકી છે. ખાસ કરી હવે સ્થાનિક સ્તરેથી પક્ષને સશક્ત બનાવવા ધરખમ પરિવર્તન કર્યા છે. જેમાં ખાસ કરીને મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચામાં નાની જ વયે પ્રજાકીય કામો કરી પક્ષને મજબૂત બનાવવાના પ્રયાસો કરનાર યુવા અને જોશીલા નેતા સાગર સતાદિયાને જિલ્લા યુવા મોરચાના પ્રમુખનું સ્થાન સોંપ્યું છે.

- text

કચ્છના સાંસદ અને ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા અને મોરબી જિલ્લા સંગઠનના પ્રભારી ડો. હિતેશભાઈ ચૌધરી સાથે વિચાર વિમર્શ કરીને મોરબી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ યુવા મોરચાની ટીમમાં ફેરબદલ કરીને સશક્ત નેતાગીરીને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં પક્ષને વફાદાર રહીને લોકહિતના કાર્યોમાં અગ્રેસર રહીને તંદુરસ્ત રીતે પક્ષને મજબૂત બનાવવા સદાય સક્રિય રહેતા યુવા નેતા સાગરભાઈ સદાતિયાની મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેમજ તેમની ટીમમાં હળવદના યુવા નેતા તપનભાઈ દવે અને મોરબીના યુવા અગ્રણી શક્તિસિંહ જાડેજાની મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. આ યુવા ટીમે પક્ષની સકારાત્મક છબીને લોકો સુધી પહોંચાડીને પ્રજાના દિલ જીતવા અથાક પ્રયાસો કરવા પર ભાર મુક્યો છે.

- text