ભક્તિનગર સર્કલે બ્રિજ ઉપરથી આવતા વાહનોની ગતિ નિયંત્રિત કરવા સ્પીડ બ્રેકર મુકો

- text


અકસ્માતોને ધ્યાને લઈને સામાજિક કાર્યકરની નગરપાલિકા તંત્રને રજુઆત

મોરબી : મોરબી નજીક આવેલા અને અસામાન્ય વાહનોનો ધસારો ધરાવતા ભક્તિનગર સર્કલના બ્રિજ પાસે સર્વિસ રોડ ઉપર બેફામ ગતિ વાહનો દોડતા હોવાથી અકસ્માતના બનાવો બનતા હોવાથી ભક્તિનગર સર્કલે બ્રિજ પર વાહનોની ગતિ નિયંત્રિત માટે સ્પીડ બ્રેકર મુકવાની માંગ સાથે નગરપાલિકા તંત્રને રજુઆત કરવામાં આવી છે.

મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ મોરબી પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, મોરબીના શનાળા બાયપાસ ઉપર આવેલ ભક્તિનગર સર્કલના બ્રિજ પાસેના સર્વિસ રોડ ઉપર આડેધડ વાહનો ચાલતા હોવાથી આ રોડ જોખમી બની જાય તેવી ભીતિ છે. આ રોડ ઉપર બેફામ ગતિએ વાહનો દોડતા હોવાથી અવારનવાર અકસ્માતો થાય છે. તેથી ઘણા લોકોને બ્રિજ નીચે રોગ સાઈડમાં ચાલવું પડે છે. આ રોડનો આસપાસના વાડી વિસ્તારો, ગોકુલનગર, લાયન્સનવર સહિતના વિસ્તારોના લોકો પણ ચાલતા હોવાથી લોકોની સલામતી માટે બ્રિજ પાસેના સર્વિસ રોડ ઉપર સ્પીડ બ્રેકર મુકવાની માંગ કરી છે.

- text

- text