મોરબીમાં થર્ટી ફર્સ્ટ પૂર્વે LCBનું સફળ ઓપરેશન : 9.86 લાખનો દારૂ ભરેલું ટેન્કર પકડ્યું

- text


વાંકાનેરથી માળિયા તરફ ટેન્કરના ચોરખાનામાં દારૂ છુપાવીને લઈ જવાતો હતો, એક શખ્સની ધરપકડ

મોરબી : એલસીબીએ મોરબીની માળિયા ફાટક પાસેથી થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે આવેલ દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું છે. જેમાં રૂ. 9.86 લાખની કિંમતની 5964 બોટલ વિદેશી દારૂનો જથ્થા સાથે એક શખ્સને પકડી આગળની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

મોરબી એલસીબી ટીમને બાતમી મળેલ કે, વાંકાનેરથી માળીયા હાઇવે રોડ ઉપર વાંકાનેર તરફથી ટેન્કર નંબર GJ-12-BV-1978 વાળામાં ગે.કા. રીતે ઇંગ્લીશદારૂનો જથ્થો ભરી માળીયા મીયાણા તરફ જાય છે. જેના આધારે વાંકાનેર – માળીયા હાઇવે રોડ ઉપર માળીયા ફાટક ઓવરબ્રિજના છેડે વોચ ગોઠવતા ટેન્કર મળી આવતા જેમાં ચોર ખાના બનાવેલ હોય જે ચેક કરતા ચોર ખાનામાંથી 5964 એટલે કે 226 પેટી દારૂ ઝડપાયો છે. રૂ.9.86 લાખના વિદેશી દારૂ અને ટેન્કર મળી એલસીબીએ રૂ.19.95 લાખના મુદ્દામાલ સાથે આરોપી લક્ષ્મણભાઈ ઝૂઝારામ જાટ ઉ.વ.28 રહે. બાડમેરવાળાની ધરપકડ કરી છે.

- text

આ કામગીરીમાં એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, PSI એન.એચ.ચુડાસમા, કે.એચ.ભોચીયા, એ.ડી.જાડેજા તેમજ એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીનો સ્ટાફ જોડાયેલ હતો.

- text