માળીયા પંથકને તમામ સુવિધા ક્યારે મળશે ? વર્ષો જુની સમસ્યા અંગે આપની રજુઆત

- text


સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મુખ્ય અધિક્ષક, સર્જન, ડોક્ટર સહિતના સ્ટાફના અભાવે દર્દીઓને ભારે પીડા : આરોગ્ય, શિક્ષણ, રસ્તાઓ સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવા માટે આપ પાર્ટીનું કલેક્ટરને આવેદન

મોરબી : મોરબી સહિતના અનેક શહેરોમાં વિકાસની હરણફાળ વચ્ચે પણ મોરબી જિલ્લાનો સૌથી વધુ પછાત તાલુકો ગણાતા માળીયામાં હજુ પણ લોકો મોટાભાગની સુવિધાઓ માટે રીતસર તડપી રહ્યા હોય એ બાબત સંબધિત તંત્ર, પદાધિકારીઓ સહિત સરકાર માટે શરમજનક ગણાય. માળીયા તાલુકામાં આજે પણ સારી શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા, ગટર સહિતની ઘણી બધી સુવિધાઓનો સદંતરને કારણે લોકો હજુ પણ બાબા આદમના જમાનામાં જીવતા હોવાનો અહેસાસ થાય છે. અનેક વખત માળીયાના વિકાસનો મુદ્દો ઉઠ્યો છે. પણ દુર્ભાગ્યવશ માળીયાને પૂરતી સુવિધા ક્યારે મળશે ? એ સવાલ હજુ ઠેરનો ઠેર જ રહ્યો છે ત્યારે આજે આપ પાર્ટી દ્વારા રજુઆત કરી અણીયારા સવાલ ઉઠાવ્યા હતા.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ આજે જિલ્લા કલેકટરને રજુઆત કરતા જણાવ્યું હતું કે, આજના હાઈટેક યુગમાં પણ માળીયા(મી.) તાલુકો વિકાસથી જોજનો દૂર હોય પ્રજાની પડતી મુશ્કેલીઓની વેદના વર્ણવી તથા પ્રજાને પ્રાથમીક જરૂરીયાત પુરી પાડવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ માળીયા (મી.) ના નાગરીકોને વર્ષોથી સરકાર તથા સંબધિત પ્રશાસન દ્વારા જે પણ અન્યાય કરવામાં આવેલ છે તે અંગેનું દુઃખ તથા સંવેદનાની વેદનાં વર્ણવી છે. માળીયા (મી.) શહેરમાં આવેલ સામુહીક આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતાનો અભાવ હોય તથા માળીયા (મી.) સામુહીક આરોગ્યા કેન્દ્રમાં અધિકારીઓ (વર્ગ ૧ થી ૪) મળી કુલ-૫૧ જગ્યા મંજુર થઈ હોવાની વચ્ચે અધિકારીઓને ફરજ પર ખાલી-૯ વ્યકિતઓ દ્વારા આરોગ્ય કેન્દ્ર ચલાવવામાં આવે છે. તેમાં પણ દુઃખની વાતએ છે કે, આ ૯ અધિકારીઓમાં પણ અધિક્ષક વર્ગ-૧ એટલે મુખ્ય અધિક્ષક અધિકારીની જગ્યા ખાલી છે. તથા તજજ્ઞ વર્ગ-૧ એટલે સર્જન ડૉક્ટરની જગ્યા ખાલી છે. તબીબ અધિકારી વર્ગ-૨ના એક કર્મચારી દ્વારા આખુ આરોગ્ય કેન્દ્ર ચલાવવામાં આવે છે. ત્યાં ડોકટર કહી શકાય તેવા એક જ કર્મચારીની જગ્યા ભરેલ છે. બાકીની બધી જ જગ્યા ખાલી છે.

- text

વધુમાં સામુહિક કેન્દ્રમાં સફાઈ કર્મચારીની એક પણ જગ્યા ભરી નથી. તેથી પુરા આરોગ્યા સંકુલની સફાઈ કોના દ્વારા કરવામાં આવે છે. તે પણ એક પ્રશ્ન બનીને રહી ગયો છે. નથી માળીયા(મી.) શહેરના આ સામુહીક આરોગ્ય કેન્દ્રને પુરતા પ્રમાણમાં દવાઓ ફાળવવામાં આવતી કે નથી પુરતા પ્રમાણમાં મેડીકલ રીપોર્ટ (લેબોરેટરી) કરવા માટેની કીટ ફાળવવામાં આવતી, આ આરોગ્ય કેન્દ્રમાં દરોજજના ૮૦ થી ૧૦૦ માળીયા (મી.) ના નાગરીકો બતાવવા જતા હોય છે. તો તે વિસ્તારના નાગરીકોના આરોગ્ય સાથે કેમ સરકાર તથા પ્રશાશન અન્યાય કરે છે ? માળીયા(મી.) ના આ આરોગ્ય કેન્દ્રની કલેક્ટર દ્વારા ત્વરિત તપાસ કરી, ત્યાની બધીજ મેડીકલ જરૂરીયાત પુર્ણ થાય તથા ત્યા તજજ્ઞ વર્ગ-૧ તથા અધિક્ષક વર્ગ-૧ તથા તબીબ અધિકારી વર્ગ-ર તથા સફાઈ કામદારોની ખાલી પડે જગ્યામાં કર્મચારીઓની નિમણુંક કરવામાં આવે તેવી માંગ કરી છે.

- text