મોરબી નજીક ધુનડા રોડ ઉપર ટ્રક પલટી જતા ડ્રાઈવરને ઇજા

- text


મોરબી : મોરબી નજીક રવાપર ધુનડા રોડ ઉપર આજે એક કપચી ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો તે વખતે આ ટ્રકના ડ્રાઇવરે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ ઉપર પલ્ટી મારી ગયો હતો. આ ઘટનામાં ડ્રાઈવરને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેવું સ્થાનિક પારશભાઈ શાહે જણાવ્યું હતું.

- text