વાંકાનેરના ગુંદાખડા ગામે ઢોર ચરાવવા પ્રશ્ને પાંચ શખ્સોનો હુમલો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં ઢોર ચરાવવા પ્રશ્ને પાંચ શખ્સોએ હુમલો કરી બે વ્યક્તિઓને ઇજા પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા કરમણભાઈ ખીમાભાઈ બાંભવા પોતાના માલઢોર ને લઈ સીમમાં ચરિયાણ માટે ગયા હતા ત્યારે આરોપી (૧)પોપટભાઇ કરમશીભાઇ સાપરા (૨) ભકાભાઇ પોપટભાઇ (૩) વીહાભાઇ માધાભાઇ સાપારા(૪) રવજીભાઇ પોપટભાઇ સાપારા(૫) દર્શનભાઇ ચોથાભાઇ સાપરા રહે. બધા ગુંદાખડા વાળાઓને સારું નહિ લાગતા બોલાચાલી કરી ફરિયાદી કરમણભાઈ તથા સાહેદ રણછોડભાઈને માર મારી ઇજાઓ પહોંચાડતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પાંચેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

- text

- text