વાંકાનેરના લુણસર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામ ખાતે ગુજરાત સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, ઈસુબભાઈ શેરસીયા, તાલુકા પંચાયત સદસ્ય કિરીટભાઈ નાનજીભાઈ, સરપંચ ડાયાભાઈ માધવજીભાઈ, માજી સરપંચ ભરતભાઈ મહાદેવભાઈ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text