વેગડવાવની સરકારી માધ્યમિક શાળાના સાયન્સ પ્રોજેક્ટની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ 

- text


હળવદ : હળવદ તાલુકાના વેગડવાવની સરકારી માધ્યમિક શાળાનો પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યો છે.

આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારા 31 મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત હળવદ તાલુકાની વેગડવાવની સરકારી માધ્યમિક શાળાના રાઠોડ હિમાંશુ અને રાઠોડ ધવલ દ્વારા ટોલ બુથ અથવા રોડ પર જતા વાહનો દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવું જેવું એક વર્કિંગ મોડલ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટની જીલ્લા કક્ષા ત્યારપછી રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યો હતો. અમદાવાદ સાયન્સ સીટી ખાતે રાજ્યકક્ષાના NCSC માં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી જીલ્લા દીઠ પસંદ થયેલા 10 પ્રોજેક્ટ એટલે કે કુલ 330 પ્રોજેક્ટ રજુ થયા હતા. તમામ મુલ્યાંકનકારોએ યોગ્ય માપદંડ અનુસાર મુલ્યાંકન કરી કુલ 26 પ્રોજેક્ટ પસંદ કર્યા હતા. જે પૈકી એક વેગડવાવ હાઈસ્કુલનો પ્રોજેક્ટ પસંદ કરવામાં આવ્યો હતો. તે તમામ પ્રોજેક્ટ આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. આ પ્રોજેક્ટના બંને વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક ટીમના શિક્ષક માધુરીબેન માલવણીયા, કિરીટભાઈ ચૌહાણ તથા ભાવેશભાઈ ડાંગરને શાળાના આચાર્ય રણજીતભાઇ ચાવડા દ્વારા આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

- text

- text