દારૂડિયાઓ ચેતજો ! વાંકાનેર કોર્ટે નશાખોરને 6 મહિનાની કેદની સજા ફટકારી

- text


વાંકાનેર : ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં રોજે રોજ દારૂ પીવાના અને વેહચવાના અનેક કિસ્સા પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે ત્યારે નામદાર મોરબી કોર્ટે દારૂ પીવાના કેસમાં એક આરોપીને 6 મહિનાની કેદની સજા સાથે 1000 રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2018માં વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા સચિન રસિકભાઈ ગોહિલ નામનો શખ્સ દારૂ પી છાકટો બની તોફાન કરતો હોય વાંકાનેર સીટી પોલીસ મથકના પોલીસ કર્મચારી આર.એચ.જાડેજાએ ફરિયાદી બની આરોપી સચિન રસિકભાઈ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ રજીસ્ટર કરી હતી જે અંગેનો કેસ નામદાર વાંકાનેર જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ એસ.કે.પટેલ સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એસ.બી.સોલંકીની ધારદાર દલીલો અને બ્લડ સેમ્પલમાં આવેલા આલ્કોહોલના પુરાવાઓ ધ્યાને લઈ આરોપી સચિન રસિકભાઈ ગોહિલને નામદાર કોર્ટે છ મહિનાની કેદની સજા તેમજ રૂપિયા 1હજારનો દંડ ફટકારતો હુકમ કરી દારૂડિયાઓને સુધરી જવા સંદેશ આપતો ચુકાદો આપ્યો હતો.

- text

- text