વાંકાનેર : નિર્મલા કોન્વેન્ટ સ્કૂલના વિદ્યાર્થીએ ઇન્ટરનેશનલ કરાટે સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો

- text


વાંકાનેર : આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલી 19મી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં મોરબી જિલ્લાના વાંકાનેરની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલના વિદ્યાર્થીએ સિલ્વર મેડલ જીતીને સમગ્ર ગુજરાત અને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

19મી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન ગત તારીખ 24 થી 26 નવેમ્બર દરમિયાન વિશાખાપટ્ટનમના પોર્ટ સ્ટેડિયમ ખાતે ઓલ ઇન્ડિયા વાડો – કાય કરાટે ડૉ. એસોસિએશનના ચેરમેન શિહાન રાજેશ અગ્રવાલના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ચીન, નેપાળ, મલેશિયા, શ્રીલંકા, ઉજબેકીસ્તાન, ભૂટાન, ઈન્ડોનેશિયા, યૂરોપ, સહિતના 10 દેશોએ ભાગ લીધો હતો. જેમાં આશરે 700 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ દેશમાંથી જોડાયા હતા. જેમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વાંકાનેર ગામની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આર્ય રાજીવભાઈ પરમારે સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ગુજરાતનું, મોરબીનું, સમગ્ર પરિવારનું અને શાળાનું ગૌરવ વધાર્યું છે.

- text

આર્ય પરમારે કરાટે કોચ સેન્સેઇ જય. આર. ચૌહાણના નેતૃત્વ હેઠળ કરાટેની તાલીમ મેળવી છે અને આ 19મી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સાઉથના ઍક્ટર સુમન તલવાર, યૂરોપથી આવેલ મહેમાન વાડો – કાય વાઈસ પ્રેસિડેન્ટ બેરી વીલકીસન, wkf જ્જ સાહિન અખ્તર દ્વારા કરાટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વાડો – કાઇ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ઓલ ઇન્ડિયા વાડો – કાય કરાટે ડૉ. એસોસિએશનના ચેરમેન શિહાન રાજેશ અગ્રવાલના નેજા હેઠળ યોજાયેલ સ્પર્ધામાં ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ચીન, નેપાળ, મલેશિયા, શ્રીલંકા, ઉજબેકીસ્તાન, ભૂટાન, ઈન્ડોનેશિયા, યૂરોપ, સહિતના 10 દેશોએ ભાગ લીધો હતો. જેમાં આશરે 700 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ દેશમાંથી જોડાયા હતા. જેમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વાંકાનેર ગામની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આર્ય રાજીવભાઈ પરમારે સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ગુજરાતનું, મોરબીનું, સમગ્ર પરિવારનું અને શાળાનું ગૌરવ વધાર્યું છે.

- text