વાંકાનેરના સિંધાવદર નજીક ટ્રકની ઠોકરે બાઈક ચાલક ઈજાગ્રસ્ત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સિંધાવદરથી ખીજડીયા જવાના રસ્તે લિંબાપરા નાલા નજીક ટ્રક નંબર GJ-01-CU-1676ના ચાલકે પ્લેટિના બાઈક લઈને જઈ રહેલા ખખાણા ગામના અશોકભાઇ વિહાભાઇ અઘારા ઉ.33ને હડફેટે લઈ અકસ્માત સર્જતાં અશોકભાઈને શરીરે જમણી બાજુ પડખાના ભાગે તથા ડાબા હાથે કોણીના ભાગે મુંઢ ઇજાઓ તથા જમણા હાથે તથા જમણા પગે ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ થતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text

- text