મોરબી જિલ્લા હોસ્પિટલ ખાતે વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરાઈ

- text


એઈડ્સ અંગે જાગૃતિ લાવવા રંગોળી દોરાઈ અને રેલી કાઢવામાં આવી

મોરબી : મોરબી જિલ્લામાં વિશ્વ એડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા હોસ્પિટલ ખાતે વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એઈડ્સ દિવસની થીમ પર રંગોળી દોરવામાં આવી હતી. ત્યારબાદ નર્સિંગ સ્કૂલના વિધાર્થીઓ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વ એઇડ્સ દીને યોજાયેલ આ રેલી હોસ્પિટલ ખાતેથી જૂના બસ સ્ટેન્ડ સુધી જઈ પરત હોસ્પિટલ સુધી આવી હતી. ત્યારબાદ હોસ્પિટલ ખાતે CDMO ડો. પ્રદીપ દુધરેજિયા દ્વારા એચઆઇવી એઇડ્સ દિવસના ભાગરૂપે માહિતી આપવામાં હતી. તેમજ DTHO ડો. ધનસુખ અજાણાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં DISH DAPCU તરફથી CSO સુરેશભાઈ હાજર રહ્યા હતા. તેમજ ICTC ખાતેથી વસંતભાઈ તેમજ યાકુભાઈ હાજર રહ્યા હતા. DTI વિભાગથી પીન્ટુભાઈ હાજર રહ્યા હતા. તેમજ શ્વેતના પ્રોગ્રામથી પ્રોગ્રામ ઓફિસર પિયુષભાઈ તેમજ રાજેશભાઈ હાજર રહ્યા હતા. એચઆઈવીને અટકાવવા માટે લક્ષિત દરમિયાનગીરી પ્રોગ્રામ ચાલતા અનમોલ ટ્રસ્ટનો દરેક સ્ટાફ તેમજ નવજીવન ટ્રસ્ટનો દરેક સ્ટાફ આ કાર્યક્રમમાં હાજર રહ્યો હતા. તેમજ વિહાન પ્રોગ્રામથી સ્ટાફ હાજર રહ્યો હતો. તેમજ નર્સિંગથી કે. ડી. ચરોલા તેમજ સ્કૂલનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.

મહત્વનું છે કે, લોકોને એચ.આઈ.વી./ એઈડ્સ વિશે સાચી અને સંપૂર્ણ જાણકારી અને માહિતી મળે, તેના વિશેની ગેર-માન્યતાઓ દૂર થાય, જેથી એચ.આઈ.વી. ગ્રસ્ત વ્યક્તિઓ પ્રત્યે ધૃણા તથા ભેદભાવ દૂર થાય અને તેઓના હક તથા સન્માનની જાળવણી થાય તે હેતુથી 1 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં “વિશ્વ એઈડ્સ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની વિશ્વ એઈડ્સ દિવસની થીમ છે Let Communities Lead એટલે કે “દરેક સમુદાય એચ.આઈ.વી./ એઈડ્સની નાબૂદી માટે નેતૃત્વ લે”.

- text

- text