હળવદના નવા અમરાપર ગામે નાણાની ઉઘરાણી કરી આધેડને માર મરાયો

- text


હળવદ : હળવદ તાલુકાના નવા અમરાપર ગામે ઉછીના લીધેલા પૈસાની ઉઘરાણી કરી ત્રણ શખ્સોએ આધેડ અને યુવાનને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા અમરાપર ગામે રહેતા ફરિયાદી જેરામભાઈ ચકુભાઈ બાલાસણીયાએ આરોપી રમેશભાઈ ચંદુભાઈ બાલાસણીયા પાસેથી ઉછીના પૈસા લીધા હોય રમેશભાઈએ પૈસા પરત આપવાનું કહેતા ફરિયાદી જેરામભાઈએ લાભપાચમ પછી પૈસા આપશે તેવું કહેતા આરોપીને સારું નહિ લાગતા ઉશ્કેરાઈ જઈ ધોકા વડે માર માર્યો હતો અને આરોપી સાથે રહેલા અન્ય આરોપી વિજય પ્રવિણભાઈ બાલાસણીયા અને રૂખડભાઈ બાજુભાઈ બાલાસણીયાએ પણ ઢીકા પાટુ માર મારી મૂંઢ ઇજાઓ પહોંચાડી સાહેદ વિક્રમભાઈને પણ માર મારતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

- text

- text