રોંગ સાઈડમાં આવેલા બોલેરો ચાલકે એક્ટિવા ચાલકને હડફેટે લીધો

- text


અમદાવાદ – માળીયા હાઇવે ઉપર માણાબા નજીક બનેલી અકસ્માતની ઘટના

મોરબી : અમદાવાદ માળીયા હાઇવે ઉપર માણાબા ગામના પાટિયા નજીક રોંગ સાઈડમાં આવેલા બોલેરો ચાલકે મોરબીના એક્ટિવા ચાલક યુવાનને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા માળીયા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

બનાવ અંગે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સૂર્યકીર્તિ સોસાયટીમાં રહેતા મુકેશભાઈ લક્ષ્મણભાઇ ડાંગરે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમનો પુત્ર જયરાજ ઉ.21 એક્ટિવા લઈને જતો હતો ત્યારે માળીયા અમદાવાદ હાઇવે ઉપર માણાબા ગામના પાટિયા નજીક ઘોડાધ્રોઇ નદીના પુલ ઉપર જીજે – 15 – એવી – 4907 નંબરની બોલેરો ગાડીના ચાલકે રોંગ સાઈડમાં આવી એક્ટિવા સાથે અકસ્માત સર્જતાં જયરાજને હાથના ભાગે તેમજ પગના સાથળના ભાગે ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી. અકસ્માતના બનાવ અંગે માળીયા પોલીસે બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text