આજથી દીપોત્સવનો પ્રારંભ : દેવદિવાળી સુધી ચાલુ રહેશે વિવિધ તહેવારોની વણઝાર

- text


મોરબી : આજથી સૌથી મોટા પર્વ દીપોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. ઠેર-ઠેર દિવાળીની રોનક દેખાઈ રહી છે. આજે તા. ૦૯ નવેમ્બરથી રમા એકાદશી અને વાઘ બારસના સંયોગ સાથે શરૂ થયેલી વિવિધ તહેવારોની ભરમાર તા. ૨૭ નવેમ્બર દેવદિવાળી સુધી રહેશે.

ચાલુ વર્ષે દિવાળી વેળાએ ચિત્ર-વિચિત્ર સંયોગ જોવા મળી રહ્યો છે. ગત વર્ષની માફક આ વર્ષે પણ દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે એક પડતર દિવસ દિવસ એટલે કે ધોકાનો દિવસ આવશે. દશમની વૃદ્ધિ તિથીના કારણે આજે તા. ૦૯ નવેમ્બરના રોજ રમા એકાદશી અને વાઘ બારસની સંયુક્ત ઉજવણી સાથે દિવાળી પર્વના શુભ દિવસોની વણઝાર શરૂ થશે. આજે ગુરુવારે રમા એકાદશી અને વાઘ બારસની એકસાથે ફાલ્ગુની નક્ષત્રમાં ઉજવણી થશે.

આવતીકાલે તા. ૧૦ના રોજ શુક્રવારે હસ્ત નક્ષત્રમાં ધનતેરસની ઉજવણી થશે. તા. ૧૧ના રોજ શનિવારે ચિત્રા નક્ષત્રમાં કાળી ચૌદશ અને શિવરાત્રી ઉજવાશે. તા. ૧૨ને રવિવારે દિવાળી, મહાવીર સ્વામી નિર્વાણ કલ્યાણક, લક્ષ્મી-શારદા-ચોપડા પૂજન થશે. તા. ૧૩ને સોમવારે ધોકાનો દિવસ રહેશે.

- text

તા. 14ના રોજ મંગળવારે ગુજરાતી નૂતન વર્ષની ઉજવણી કરાશે. તા. 15ને બુધવારે ભાઇબીજ, તા. 16ના ગુરુવારે વિનાયક ચોથ, તા. 18એ લાભ પાંચમની ઉજવણી કરવામાં આવશે. તા. 19મીએ છઠ્ઠ પૂજા સાથેસાતમની ક્ષય તિથી સાથે જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ તા. 20મીએ દુર્ગાષ્ટમી ઉજવાશે.

તા. 23મીએ અતિ મહત્વના પર્વ એટલા દેવઉઠી એકાદશી, પ્રબોધિની એકાદશીના રોજ તુલસી વિવાહના પ્રસંગોનો આરંભ થશે. તા. 27 નવેમ્બરના દેવદિવાળી, કાર્તિક સ્નાન, તુલસી વિવાહ સાથે દિવાળી પર્વની ઉજવણીનું સમાપન થશે.

- text