વાંકાનેર નવાપરા નજીક બાઈક ડિવાઈડર સાથે અથડાતા યુવાનનું મૃત્યુ 

- text


વાંકાનેર : વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર નવાપરા નજીક બાઈક લઈને જઈ રહેલ મેરૂભાઈ મુકેશભાઈ બાંભણીયા, રહે. વાંકાનેર સીટી સ્ટેશન પાસે વાંકાનેર વાળાએ પુરઝડપે પોતાનું બાઈક હંકારી મોટર સાયકલ ઉપરથી કાબુ ગુમાવતા બાઈક ડિવાઈડર તેમજ થાંભલા સાથે અથડાતા મેરૂભાઈ મુકેશભાઈ બાંભણીયાનું ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text