મોરબીમાં શોટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી

- text


લાકડાનું મંદિર સળગી ગયું, આગ વકરે તે પહેલાં જ ફાયરવિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો

મોરબી : મોરબીમાં સામાકાંઠે જિલ્લા સેવાસદનની બાજુમાં ભુનેશ્વરી પાર્કમાં કપિલભાઈ ગીરીશભાઈ જોશીના ઘરમાં આગ લાગતા ફાયર વિભાગની ટિમ તાકીદે ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યાં ચેક કરતા શોર્ટસર્કિટના કારણે ઘરમાં રાખેલ લાકડાના ભગવાનનાં મંદિરમાં આગ લાગેલ હતી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી મંદિરને ઘરની બહાર કાઢી વધારે નુકસાન થતું અટકાવ્યું હતું.

જ્યારે બીજા એક કિસ્સામાં ધાંગધ્રાનક બજારમાં કોમ્પ્લેક્સમાં મોટી આગ લાગી હતી. જેને મેજરકોલ જાહેર કરવામાં આવતા મોરબી ફાયરની ટિમ પણ ત્યાં પહોંચી હતી. મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ તરફથી મોરબીના જનતા અને ખાસ નાનામોટી દુકાનદારોને અથવા બિલ્ડીંગ માલિકને આહવાન કરવામાં આવે છે કે તમારી સેફ્ટી અને પ્રોપર્ટીની સેફટી માટે ફાયરની સિસ્ટમ અથવા નાની દુકાન હોય ત્યાં ફાયર એક્સ્ટિગ્યુશર (ફાયર બોટલ) વસાવો અથવા ફાયર ટ્રેનિંગની જરૂર હોય તો સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા, લીડિંગ ફાયરમેન જયેશ ડાકી, ફાયર સ્ટેશનનો કોન્ટેક કરવો અને જો કાંઈ ઈમરજન્સી હોય તો ફાયર કંટ્રોલરૂમ 101 પર જાણ કરવી.

- text

- text