સરકારી શાળાની મુલાકત લેતા હળવદના ધારાસભ્ય

- text


હળવદ : આજે મોરબી દરવાજા બહાર આવેલી સરકારી શાળા નંબર-4 હળવદ ખાતે હળવદ-ધ્રાંગધ્રા વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ મુલાકાત લીધી હતી એ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી તથા સાથે સમગ્ર ટીમ તથા હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિપાબેન બોડા પણ સાથે રહ્યા હતા.

હળવદની સરકારી શાળા જિલ્લામાં સૌથી વધુ સંખ્યા ધરાવતી સરકારી શાળા છે તથા સ્કૂલ ઓફ ઍક્સેલેન્સ પ્રોજેકટમાં પણ શાળાની પસંદગી થતા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ અભિનંદન પાઠવવાની સાથે સાથે શ્રેષ્ઠ કામગીરી બદલ શાળાના આચાર્ય રાજેશભાઈ જાકાસણીયાને સાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા અને સમગ્ર સ્ટાફની કામગીરીને બિરદાવી પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શાળાની શૈક્ષણિક તથા સહભ્યાસિક પ્રવૃત્તિઓથી માહિતગાર થયા હતા અને બાદમાં સમગ્ર શાળા સંકુલની મુલાકાત, ઓક્સિજન પાર્કની મુલાકાત,પરીક્ષા આપી રહેલ બાળકોના વર્ગખંડોની મુલાકાત લીધી હતી અને શાળાની જરૂરી ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓ અને ખૂટતી સુવિધાઓથી માહિતગાર થયા હતા અને ગમે ત્યારે શાળા માટે કંઈપણ કામકાજ હોય તો પૂર્ણ કરાવી આપવાનો ભરોસો પણ આપ્યો હતો.

- text

- text