મોરબીના રફળેશ્વર પાસે ટ્રકની પાછળ બોલેરો ઘુસી ગઈ, જાનહાની નહિ

- text


મોરબી : મોરબીના રફળેશ્વર પાસે આવેલ મેગનમ સીરામીક કારખાનાની સામે એક ટ્રક પસાર થઈ રહ્યો હોય ત્યારે પાછળથી આવતી બોલેરો કારના ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા આગળ જઈ રહેલા ટ્રકની પાછળ બોલેરો કાર ઘુસી ગઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બોલેરો આખી ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. પણ આવા ગંભીર અકસ્માતમાં પણ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. બોલેરો કાર ચાલક સાવચેતીથી કારની બહાર નીકળી ગયો હતો અને બાદમાં ક્રેઇનની મદદથી ટ્રકમાંથી બોલેરોને છુંટી પાડી હતી.

- text

- text