હળવદમાં સાયબર ક્રાઈમ જાગૃતતા સેમિનાર યોજાયો

- text


હળવદ : હળવદ પોલીટેકનીક ઇન એગ્રીકલ્ચર જૂ.કૃ.યુ. ખાતે મોરબી જીલ્લા પોલીસના સહયોગથી સાઈબર ક્રાઈમ જાગૃતતા સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું.

આ સેમીનારમાં મોરબી જીલ્લા પોલીસ વિભાગના એન. કે. પટેલ- નાયબ પોલીસ અધિક્ષક, કે. એચ. અંબારીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર – હળવદ, ડો. એ. વી. ખાનપરા -આચાર્ય, કૃષિ પોલીટેકનીક તથા અત્રેની પોલીટેકનીકના સ્ટાફ સભ્યો તેમજ વિધાર્થી/વિધાર્થીનીઓ મળીને કુલ ૬૦ વ્યક્તિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

એન. કે. પટેલ દ્વારા સાઈબર ક્રાઈમના પ્રકાર, આજના આધુનિક સમયમા વિવિધ ફ્રોડ કોલ – મેસેજ, લીંક, વાઇરસથી બચવાના પગલા અને તેની સામે રાખવાની સાવચેતી અને ગોપનીયતા અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ તેમજ સેમીનારના અંતે વિધાર્થીઓની સાઈબર ક્રાઈમ અંગે વિવિધ પ્રશ્નોતરી બાબતે એન. કે. પટેલે સકારાત્મક જવાબ આપીને સેમીનાર પૂર્ણ કરવામાં આવેલ હતો.

- text

- text