મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના લાભાર્થે શરદ ઉત્સવ યોજાયો

- text


શરદ ઉત્સવમા 200થી વધુ ખેલેયાઓએ ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો 

મોરબી : મોરબીના સામાકાંઠે રેમન્ડ પાર્ટી પ્લોટ નવા જિલ્લા સેવા સદન મુકામે વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના લાભાર્થે સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજની શેક્ષણિક સંસ્થા વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ ના લાભાર્થે ‘શરદ ઉત્સવ -૨૦૨૩નું શરદ પૂર્ણિમાની રઢિયાળી રાત્રીએ યોજાયો હતો. જેમાં થાનગઢ, વાકાનેર, મોરબી, રાજકોટ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પ્રજાપતિ સમાજના લોકો જોડાયા હતા.

શરદ ઉત્સવમાં પ્રજાપતિ સમાજના ખેલેયાઓ માટે કુલ બે કેટેગરીમાં ૧૫ વર્ષથી નીચે,૧૫ વર્ષથી ઉપર માં વિવિધ સ્પર્ધાઓ જેવીકે બેસ્ટ પ્રિન્સ, બેસ્ટ પ્રિનશેસ, વેલડ્રેસ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં ૨૦૦ થી વધુ ખેલેયાઓ એ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિજેતા ખેલયાઓને સમાજના દાતાઓ દ્વારા આકર્ષક ઇનામો તેમજ સ્વસ્તિક સિલ્વર હાઉશ દ્વારા વિજેતા દીકરીઓને સોનાની બુટી આપીને સન્માનિત કરાયા હતા. સાથે આ આયોજનમાં આર્થિક સહયોગ આપનાર સમાજના 70 જેટલાં દાતાઓને સંસ્થા દ્વારા સન્માનપત્રો અને ખેસ દ્વારા સન્માનિત કરાયા હતા.સ્પર્ધામાં નિર્ણાયક તરીકે જોલીબેન કલાવાડિયા -રાજકોટ, નિલેશભાઈ ગમારા -વાંકાનેર, મયુરીબેન કોટેચા -મોરબી એ તટસ્થ અને નિષ્પક્ષ રીતે ખેલાયઓનું મૂલ્યાંકન કર્યું હતું કાર્યક્રમમાં આશિષ મણિયાર ઓર્કેસ્ટ્રા ગ્રુપે ખેલાયઓને ડોલાવ્યા હતા સાથે દેશભક્તિ,રાષ્ટ્રભાવના અને સનાતન ધર્મને ઉજાગર કરતા ગીતો રજુ કરાય હતા.આયોજનને સફળ બનાવવા માટે શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબીના હોદેદારો કારોબારી સભ્યો તેમજ સમાજની વિવિધ સેવાકીય સમિતિના યુવા કાર્યકર્તાઓએ ભારે જેહમત ઉઠાવી હતી.

- text

- text