મોરબીમાં શેરીમાં સાયકલ ફેરવવા બાબતે બાળકના માતાને લાફા ઝીકી મારી નાખવાની ધમકી 

- text


વાવડી રોડ ઉપર શ્રીજીપાર્ક સોસાયટીમાં બનેલી ઘટના : માથાભારે મહિલાએ અન્ય પુરુષો સાથે મળી બઘડાટી બોલાવી 

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર શ્રીજીપાર્ક સોસાયટીમાં શેરીમાં સાયકલ ફેરવવા જેવી નજીવી બાબતે પાડોશમાં રહેતી મહિલાએ બાળકના માતાને ફડાકા ઝીકી દઈ બહારના માણસો બોલાવી મારામારી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જાણવાં મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર શ્રીજીપાર્ક સોસાયટીમાં રહેતા હિતેષભાઇ કેશવલાલ કુંડારીયાનો દસ વર્ષનો પુત્ર ઘર નજીક શેરીમાં સાયકલ ચલાવતો હોય જે આરોપી અનીશાબેન ફીરોજભાઇ સિપાઇ રહે.મોરબી વાવડીરોડ શ્રીજી પાર્ક વાળીને સારું ન લાગતા આ બાબતે ઝઘડો કર્યો હતો અને હિતેષભાઇના પત્ની હેતલબેનને લાફા મારી આરોપી અનીશાબેન ફીરોજભાઇ સિપાઇ ગાળો બોલવા લગતા ફરિયાદી હિતેષભાઇ કેશવલાલ કુંડારીયાએ ઝઘડો ન કરવા સમજાવ્યા હતા.

- text

જો કે, બાળકની સાયકલ ફેરવવા જેવી નજીવી બાબતમાં માથાભારે મહિલા અનીશાબેન ફીરોજભાઇ સિપાઇએ વધુ ઝઘડો કરી તેણીના જમાઈ સહિતના લોકોને બોલાવી લેતા આરોપી અનીશાબેન ફીરોજભાઇ સિપાઇ, અસલમ ઘાંચી રહે.મોરબી મહેન્દ્રપરા, સુભાન જેડાનો નાનો ભાઇ રહે.મોરબી પંચાસર રોડ અને એક અજાણ્યો માણસે હિતેષભાઇ સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 323,504,506(2),અને 114 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text