મોરબીના ગાળા ગામની સીમમાં મિક્સર વાહનનું વ્હીલ ફરી વળતા શ્રમિકનું મૃત્યુ 

- text


મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં નવી બની રહેલી સીરામીક ફેકટરીમાં તળિયાના ધાબા ભરવાનું કામ કરતી વખતે સિમેન્ટ મિક્સરની ગાડીના ચાલકે શ્રમિકને વાહનના વ્હીલ નીચે કચડી નાખતા શ્રમિક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં કેરોવીટ ગ્લોબલ પ્રાઇવેટ લીમીટેડ નામની સીરામીક ફેકટરીમાં તળિયાના ધાબાનું કામ ચાલતું હતું તે વેળાએ એજેક્ષ મિક્ષરની ગાડી નંબર જીજે-34-એસ-0697ના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવી અહીં કામ કરી રહેલા મૂળ બિહાર રાજ્યના વતની જયલાલભાઇ લખીન્દ્રભાઇ પાસવાન ઉ.32ને વાહનના વ્હીલ નીચે કચડી નાખતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મૃતકના બનેવી બીગુભાઇ શ્રીશક્લ પાસવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મિક્સર વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text