હવસખોર ઢગાએ હવસ સંતોષવા ચોકલેટની લાલચ આપી બાળકીને ઉઠાવી ગયો હતો

- text


બાળકીએ દેકારો કરતા મોઢે ડૂમો દઈ હત્યા કરી નાખી બોક્સમાં મૃતદેહ છુપાવ્યો હતો, એલસીબી અને તાલુકા પોલીસે ઉકેલી નાખ્યો

મોરબી : મોરબી તાલુકા વિસ્તારમાં પાંચ વર્ષની માસૂમ બાળકીની હત્યાનો ભેદ એલસીબી અને તાલુકા પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે હત્યા કરનાર નરાધમને ઝડપી લઈ પૂછપરછ કરતા હવસખોરે ચોકલેટની લાલચ આપી બાળકીને લઈ જઈને બીભત્સ ચેનચાળા કરતા બાળકીએ રાડારાડી કરી મુકતા પોતાનો ભાંડો ફૂટી જશે તેવી બીકે તેને માસૂમ બાળકીને મોઢે ડૂમો દઈ મોતને ઘાટ ઉતારી દીધી હોવાની કબૂલાત આપી હતી.

મોરબી નજીક બંધ પડેલ સીરામીક કારખાનાના ગોડાઉનમાં એક નાની બાળકીની લાશ મળી આવતા તાલુકા પોલીસ સ્ટાફ બનાવવાળી જગ્યાએ જઇ મળી આવેલ બાળકીની લાશ અન્વયે જરૂરી કાર્યવાહી કરી લાશનુ ફોરેન્સીક પી.એમ. કરાવવામાં આવતા આ બાળકીની હત્યા થયાનું ખુલ્યું હતું. મૃતક બાળકીના પરિવારજનોની ફરિયાદના આધારે તાલુકા પોલીસ અને એલસીબી ટીમે આ હત્યાનો ભેદ ઉકેલવા ઉડી તપાસ હાથ ધરી હતી. હત્યાના ગુન્હામાં સંડોવાયેલ અને શંકાના દાયરા રહેલા આરોપી રવિભાઇ મનસુખભાઇ મેંદપરાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા જીલ્લા એલ.સી.બી.ની ટીમે ઝડપી લઇ પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત આપતા કહ્યું હતું કે, આ કારખાનાના ગોડાઉનમાં સુપરવાઇઝર તરીકે કામ કરે છે અંર આ પાંચ વર્ષની બાળકીને જોતા જ તેની દાનત બગડી હતી અને તેના પર કુકર્મ કરવાની મેલી મુરાદ પાર પાડવા આ બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપીને અવાવરું સ્થળે લઈ ગયો હતો. બાદમાં તેના સાથીદારને ચોટલેટ લઈ આવવાનું કહીને બાળકી સાથે અડપલાં કરી બીભત્સ ચેનચાળા કર્યા હતા આથી આવી વિકૃત હરક્તથી બાળકી ડઘાઈ ગઈ હતી અને રાડારાડી કરી મુકતા પોતાની મેલી મુરાદનો ભાંડો ફૂટી જશે તેવી બીકે આરોપીએ બાળકીને મોઢે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી.

- text

નરાધમે ગત તા.18ના રોજ જ બાળકીની હત્યા કરી નાખી હતી. બાળકીની હત્યા કરી ટાઇલ્સના ગોડાઉનમાં એક બોક્સમાં બાળકીની લાશને છુપાવી દીધી હતી. પણ પાપ છાપરે ચડીને પોકારે એમ કૂતરાએ ફાડી ખાધેલ હાલતમાં બાળકીની લાશ મળ્યા બાદ ફોરેન્સિક રિપોર્ટમાં હત્યાનો ભાંડો ફૂટ્યો હતો, 20 તારીખે બાળકીના પરિવારજનોએ ગુમસુદા નોંધાવ્યા બાદ પણ આરોપી બિન્ધાસ્ત રીતે ફરતો હતો. પોલીસે કારખાનાના એક પછી એકની ઝડપી લેતા આરોપી શંકાના દાયરામાં આવી જતા પોલીસની પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત આપતા પોલીસે આરોપી રવિ મનસુખભાઇ મેદપરાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text