માળીયાના જુના ઘાટીલા ગામે ઢોર બાંધવાના વાડામાં પાના ટીચતાં 15 પકડાયા 

- text


મોરબી એલસીબીએ ઢોર બાંધવાના વાડામાં જુગારધામ ઉપર દરોડો પાડી રૂ. 2,36,500 સહીત કુલ રૂપિયા 3,07,500નો મુદામાલ કબ્જે કર્યો : પાંચ ફરાર 

મોરબી : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે આરડીસી બેન્કની સામે આવેલ ઢોર બાંધવાના વાડામાં ધમધમતા જુગારધામ ઉપર દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી અને નાસભાગ વચ્ચે 15 જુગારી પાના ટિંચતા પોલીસને હાથ લાગ્યા હતા જયારે પાંચ જુગારીઓને ફરાર દર્શાવી પોલીસે રોકડા રૂપિયા 2,36,500 સહીત કુલ રૂપિયા 3,07,500નો મુદામાલ કરી તમામ જુગારીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ માળીયા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે આવેલ આરડીસી બેન્કની સામે જુના ઘાંટીલા ગામના વિજયભાઇ મગનભાઇ વીડજા, રમેશભાઇ ભોજીયા દેવીપુજક, અશ્વિનભાઇ ઉર્ફે કાનો મનજીભાઇ વીડજા, ધર્મેન્દ્રભાઇ ઠાકરશીભાઇ વીડજા તથા જીજ્ઞેશભાઇ બળદેવભાઇ વીડજા એમ બધા ભેગા મળી ભાગીદારીમાં જીજ્ઞેશભાઇ બળદેવભાઇ વીડજાના કબ્જા ભોગવટા વાળા ઢોર બાંધવાના વરંડામાં બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.

- text

જે બાતમીને આધારે મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ,પીએસઆઇ એન.એચ.ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ ચંદુભાઇ કાણોતરા, કોન્સ્ટેબલ ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમાર સહિતની ટીમે જુના ઘાટીલા ગામે દરોડો પાડતા આરોપી (1) નવીનભાઇ કાલીદાસભાઇ પટેલ (2)સુનિલભાઇ નંદલાલભાઇ પટેલ (3) કાસમભાઇ અબ્દુલભાઇ સંધી (4) પ્રવિણભાઇ અંબારામભાઇ વીડજા (5) નરેન્દ્રભાઇ નાથાલાલ વીડજા (6) જયંતિભાઇ ત્રિભોવનભાઇ જાકાસણીયા(7) અરવિંદભાઇ દુર્લભજીભાઇ કોળી (8) દિનેશભાઇ પોલજીભાઇ જશાપરા (9) વિનોદભાઇ જેશંગભાઇ કોળી (10) વિમલભાઇ શાંતિલાલ પટેલ (11) દલસુખભાઇ ધનજીભાઇ પટેલ (12) કરશનભાઇ હેમુભાઇ કોળી (13) રમેશભાઇ ગોવિંદભાઇ પટેલ (14) હરદેવસિંહ ગુલાબસિંહ જાડેજા અને (15) દિનેશભાઇ રમેશભાઇ પટેલ રહે. તમામ જુના ઘાટીલા તા.માળીયા વાળા ઝડપાઇ ગયા હતા.

જયારે દરોડા દરમિયાન આરોપી 1. વિજયભાઇ મગનભાઇ વીડજા 2. રમેશભાઇ ભોજીયા દેવીપુજક 3. અશ્વિનભાઇ ઉર્ફે કાનો મનજીભાઇ વીડજા 4. ધર્મેન્દ્રભાઇ ઠાકરશીભાઇ વીડજા અને 5. જીજ્ઞેશભાઇ બળદેવભાઇ વીડજા, રહે,બધા જુના ઘાંટીલા હાજર નહીં મળી આવતા પોલીસે પાંચેયને ફરાર દર્શાવ્યા હતા. પોલીસે આરોપીઓના કબ્જામાંથી રોકડા રૂપિયા 2,36,500 તેમજ મોબાઈલ ફોન 16 કિંમત રૂપિયા 71,000 મળી કુલ રૃપિયા 3,07,500નો મુદામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text