હળવદના રણજીતગઢ ગામની સીમમાંથી આઠ જુગારી પકડાયા 

- text


હળવદ : હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને દરોડા દરમિયાન પાંચ જુગારીઓને 2.17 લાખના મુદામાલ સાથે ઝડપી લેવાયા બાદ નાસી ગયેલા ત્રણ જુગારીઓને પણ બાદમાં પકડી પાડવામાં આવ્યા હતા.

- text

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં તલાવડી વિસ્તારમાં વાડીના શેઢે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગારની મજા માણી રહેલા આરોપી પ્રહલાદભાઇ સુંદરભાઇ ચૌહાણ, મહેશભાઇ શામજીભાઇ તારબુંદીયા, જગદીશભાઇ અવચરભાઇ કોડીયા, ચંદ્રકાંતભાઇ દેવજીભાઇ અઘારા, ઈશ્વરભાઇ પરસોત્તમભાઇ હડીયલ, લલીતભાઇ નારાયણભાઇ મોરી ચૌહાણ, રસીકભાઇ થોભણભાઇ સોનગ્રા અને લાલજીભાઇ ઠાકર શીભાઇ ડાભીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1,32,300, મોબાઇલ ફોન નંગ 7 કિંમત રૂપિયા 35,000 તેમજ બે મોટર સાયકલ કિંમત રૂપિયા 50 હજાર મળી કુલ રૂપિયા 2,17,300ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text