હળવદની કેદારિયા અને સુસવાવ શાળામાં વ્યસન મુક્તિ જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


હળવદ : હળવદ તાલુકાના કેદારીયા અને સુસવાવ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ આવે તે હેતુથી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંન્ને શાળામાં 50-50 બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની આવડત મુજબ વ્યસન જાગૃતિ પર ચિત્રો કંડાર્યા હતા.

હળવદ તાલુકાની કડીયાણા પ્રાથમિક શાળા ખાતે ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- મયુરનગરના સહયોગથી વ્યસનમુક્તિ જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રથમ, દ્વિતીય, તૃત્ય નંબરે વિજેતા થતા વિજેતાઓને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ભાગ લેનાર તમામને પ્રોત્સાહક ઇનામ આપ્યા હતા તથા બંને શાળાના 500 જેટલા બાળકોને કાર્યક્રમના અંતે નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમને અંતે તાલુકા સુપરવાઈઝર બસીયાભાઈ દ્વારા તમામ વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવા અને પરિવારને પણ આ વ્યસનથી દૂર રહેવા જેવા વ્યસનમુક્તિ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં RBSK ડો .હાર્દિકભાઈ, કેયુરિબેન તેમજ સબ સેન્ટરના સ્ટાફ CHO, MPHW FHW, હાજર રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તથા શાળાના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text