તાલુકા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં હળવદની કવાડિયા શાળાની કૃતિ વિજેતા 

- text


હળવદ : હળવદમાં તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કવાડિયા પ્રાથમિક શાળાની કૃતિએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. આગામી સમયમાં જીલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રજૂ કરવામાં આવશે.

શાળા કક્ષાએથી જ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન વિષયમાં રૂચી વધે તે હેતુથી હળવદ બીઆરસી ભવન દ્વારા તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કવાડિયા પ્રા.શાળાની વિભાગ-2 માં કૃતિ રજૂ કરવામાં આવી હતી. જે કૃતિ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જે આગામી દિવસોમાં જીલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રજૂ કરવામાં આવશે. આ કૃતિમાં બાળ વૈજ્ઞાનિક તરીકે તેજલબેન લાલજીભાઈ રબારી અને મર્યા પ્રિયાંશી રમેશભાઈએ ભૂમિકા ભજવી હતી. તેમજ આ કૃતિના માર્ગદર્શક શિક્ષક તરીકે શાળાના શિક્ષક સંજયભાઈ એ. ઝીંઝુવાડીયા અને અસ્મિતાબેન પટેલ હતા. તાલુકા કક્ષાએ વિજેતા બનતા બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકોને શાળાના આચાર્ય અને સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ શાળા આ પહેલાં પણ ઘણી વખત જીલ્લા કક્ષાએ તેમજ બે વખત રાજ્ય કક્ષાએ ભાગ લઈ ચૂકી છે.

- text

- text