વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ

- text


વાંકાનેર : આજના સમયમાં કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું અનિવાર્ય છે ત્યારે વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન મળી રહે તે હેતુથી વરડુસર પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરાયું છે.

જામસર CRCની વરડુસર પ્રાથમિક શાળા (SOE અને PM SHREE School) ખાતે આજરોજ તારીખ 14 ઓક્ટોબરના રોજ કોમ્પ્યુટર લેબનું ગામના સરપંચ અને જામસર સી.આર.સી ચૌહાણ નરેન્દ્રસિંહ એસ. દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું અને લેબને ખુલ્લી મુકવામાં આવી છે. તેમજ શાળાના આચાર્ય પંકજભાઈ ધામેચા અને શિક્ષકો દ્વારા બાળકોને ખૂબ સારા પ્રમાણમાં લેબ અંતર્ગત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.

- text

- text