માળીયામાં ખાડાએ બાઈક ચાલક યુવાનનો જીવ લીધો 

- text


બાઈકનું ટાયર ખાડામાં આવી જતા અચાનક ફાટતા અકસ્માત સર્જાયો 

મોરબી : મોરબી જિલ્લામાં મોટાભાગના હાઇવે ઉપર જીવલેણ ખાડાઓ વાહન ચાલકોના જીવ લેવા મોં ફાડીને ઉભા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે છતાં તંત્ર આવા ખાડા બુરવા તસ્દી લેતું નથી ત્યારે માળિયામાં જીવલેણ ખાડાએ બાઈક ચાલકનો જીવ લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા દરબારગઢ પાછળ રહેતા શોહીલભાઇ હુશેનભાઇ મોવર ઉ.20 નામનો યુવાન ગત તા.22/09/2023ના રોજ બાઈક લઈને જતો હતો તે વેળાએ રસ્તા ઉપર બહુ મોટો ખાડો આવી જતા બાઈકનું ટાયર ખાડામાં આવી જતા ટાયર ફાટ્યું હતું પરિણામે શોહીલભાઇએ બાઈક ઉપરથી કાબુ ગુમાવતા માથામા હેમરેજ થઇ જતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હાલમાં માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text